Right To Education
GOVERMENT SCHEMES


RTE હેઠળ પ્રવેશની ખાલી ૩૧ હજાર જગ્યા માટે ત્રીજો રાઉન્ડ શરૂ
21 જૂન સુધીમાં ત્રીજા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને પુનઃ પસંદગીની તક
હવે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની ખાલી પડેલી 31 હજાર કરતા વધુ બેઠકો માટે હવે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. 21 જૂન સુધીમાં શાળાની પુનઃ પસંદગી કરવામાં નહીં આવે તો તેમણે અગાઉ પસંદ કરેલી શાળા જ માન્ય રાખી પ્રવેશની ફળવણી કરવામાં આવશે.
શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલા જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
RTEના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.