ગુજરાત માં ફરી,વાવાઝોડા સાથે વરસાદની આગાહી
NEWS
ગુજરાતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જમ્મુની આસપાસ અને રાજસ્થાન નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થશે.જેના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.. જોકે વરસાદ બાદ આગામી ત્રણથી ચાર દિવસ તેજ પવન તો ફૂંકાતો રહેશે.
આ ઉપરાંત રાજ્યમાં ૭થી ૧૧ જૂન સુધી પડી શકે છે ભારે વરસાદ.હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.. જેના કારણે ૭ જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.. જેના કારણે વાવાઝોડા સાથે ૭ થી ૧૧ જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે
વાત કરીએ ચોમાસાની તો, હાલ લક્ષદ્રીય અને માલદીવ સુધી ચોમાસું પહોંચી ગયું છે..અને હવે ચોમાસું કેરળ પહોંચશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું બેસશે.. જો કે, હજુ મુંબઇમાં ચોમાસું બેશે ત્યારબાદ જ કરી શકાશે કે ગુજરાતમાં ચોમાસું કઇ તારીખથી બેસશે.
અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે. જો વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે.રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.આથી ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.