Cyber Fraud(સાઈબર અપરાધ) થી સાવધાન


Cyber Fraud Safety Tips:- જો તમને અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે તો શું કરવું ???
જો તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે તો શું કરવું? વાંચો કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનો જવાબ:-
જો તમે પણ અજાણ્યા કોલ અને સાયબર ફ્રોડની સમસ્યાથી પરેશાન છો તો તમારે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ(Ashwini Vaishnava)ની આ સલાહ સાંભળવી જોઈએ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને અપીલ કરી છે કે તેઓ હૉક્સ કૉલ્સ અને સાયબર ફ્રોડની સમસ્યાથી બચવા માટે અજાણ્યા નંબરો પરથી કૉલ બિલકુલ ઉપાડવા નહીં.
અજાણ્યા નંબર પરથી આવતા કોલને ઉપાડશો નહીં
નાગરિકોને જાગૃત કરવાની હિમાયત કરતાં અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને પણ જાગૃત કરવા જોઈએ કે તેઓ ક્યારેય અજાણ્યા નંબરો ન ઉપાડવા જોઈએ. અજાણ્યા નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં. વૈષ્ણવે તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે કે તે કોલ ઉપાડવો નહીં, જે નંબર તમે જાણો છો તે જ નંબરનો ફોન ઉપાડો અન્યથા બાકીના કોલથી દૂર રહ્યો.
સાયબર ફ્રોડનો સામનો કરવા માટે શું પગલાં લેવામાં આવે છે?
અજાણ્યા કોલ અને સાયબર છેતરપિંડી વિશે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાયબર છેતરપિંડી રોકવા માટે તાજેતરમાં 3 મોટા સુધારા કરવામાં આવ્યા છે. સંચાર સાથી પોર્ટલ(sanchar saathi portal) શરૂ કરવામાં આવ્યું હતું અને આ સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને 40 લાખ નકલી સિમ અને 41 હજાર ખોટા પોઈન્ટ ઓફ સેલ એજન્ટોને બ્લેક લિસ્ટ કરીને દૂર કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ મામલે જે સ્પીડ સાથે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જ સ્પીડમાં ઘટાડો થયો છે.