જીવડા ચોમાસા દરમિયાન હેરાન કરે છે ?જાણો ઉપાય


જીવડા ચોમાસા દરમિયાન
હેરાન કરે છે ?
જાણો ઉપાય
જીવડા ચોમાસા દરમિયાન હેરાન કરે છે ? આ ટીપ્સ ની મદદથી મીનીટોમાં થઈ જશે ગાયબ!
વરસાદની સીઝનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે લાઇટની આસપાસ ફરકતા જીવ-જંતુઓનું ઘરમાં ઘુસી જવું. જેનાથી છૂટકારો મેળવવો ઘણીવાર મુશ્કેલ બની જાય છે.કેટલાંક સરળ ઉપાયો કરીને મિનિટોમાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
સાંજના સમયે લાઇટ ચાલુ કરતાં પહેલા ઘરના બારી-દરવાજા બંધ કરી દો. તે બાદ જ ઘરની અંદરની લાઇટ ચાલુ કરો. આવું એટલા માટે કારણ કે જીવજંતુઓ લાઇટની આસપાસ જ ફરતા રહે છે. તેથી ઘરની લાઇટ ચાલુ કરતાં પહેલા બારી-દરવાજા બંધ જરૂર કરો. જેનાથી તે ઘરમાં પ્રવેશી ન શકે.
જો તમને ઘરમાં લાઇટની આસપાસ જીવજંતુઓ દેખાય, તો તમે થોડી વાર માટે તમારા ઘરની બધી જ લાઇટો બંધ કરી દો. તેનાથી થોડી જ વારમાં તે ઘરની બહારની રોશનીથી આકર્ષિત થશે અને બહાર ચાલ્યા જશે.
ઘરમાં ગલગોટાના ફૂલોનો ગુલદસ્તો અથવા તુલસીના પાનને પણ ઘરમાં ખૂણે-ખૂણે મુકી શકો છો.